નરોડામાં રહેતા વકીલને જમીનના વિવાદમાં ચાર શખ્સોએ વાત કરવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરીને હીરાવાડીખાતે અવાવરુ જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો. આ ઉપરાંત વકીને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો જો કે વકીલે છોડી દેવા માટે આજીજી કરી ચારે શખ્સો વકીલને સિવિલ હોસ્પિટલ પાસે ઉતારીને નાસી છુટયા હતા. આ અંગે વકીલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.