ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે.