શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. તો ધટનાને પગલે સ્થાનિક સરપંચે ફાયર વિભાગને જાણ કરતા મોડાસા સહિત આસપાસની 10 ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કંપનીમાં 60થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરમાં આ આગ લાગી હતી જેમાં 60થી વધુ ટેન્કર બળીને ખાખ થઇ ગયા હતા. આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી