મોડાસા પાસેના હફસાબાદમાં ઘરના આંગણામાં રમી રહેલી પાંચ વર્ષીય બાળકી ઉપર હડકાયા થયેલા કૂતરાંએ અચાનક હુમલો કરતાં હુમલામાં ગંભીર રીતે હોઠના અને પગના ભાગે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને મોડાસા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. બાળકીને 30 ટાંકા આવતાં પ્લાસ્ટિક સર્જરી કરવાનો વારો આવ્યો છે.