નવસારીનાં વોર્ડ નં.-5માં આવેલા આનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી રાત્રિના સમયે કાર્બન જેવો કાળો ધૂળ જેવો પદાર્થ કોઈ કંપનીમાંથી છોડવાને પગલે વાહનો અને તેમનાં ઘર ઉપર કાળી ધૂળ પથરાઈ જતા લોકોમાં આક્રોશ છવાયો છે. નવસારીનાં ગ્રીડ હાઇવે નંબર-48 નજીક આવેલ સુપ્રીમ હોટલની પાછળ આવેલા વોર્ડ નંબર-5માં આનંદપાર્ક સોસાયટીમાં 400થી વધુ ઘરોમાં બે હજારથી વધુ લોકો રહે છે.