સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પર અકસ્માતોના સિલસિલો જારી રહેતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના 3 કિમીનો ઘાટ માર્ગ વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. નાસિકથી સુરત તરફ જતો ટામેટાનો ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં ખાબક્યો હતો . ડ્રાઇવર- ક્લિનર કેબિનમાં ફસાઇ જતા અન્ય વાહન ચાલકોએ બહાર કાઢી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.