વડોદરામાં વસ્તિ અને વિસ્તારના વિકાસની સાથે સાથે નવા પોલીસ સ્ટેશનની જરૃરીયાત ઉભી થતાં ચાર પોલીસ સ્ટેશનની માંગણી કરવામાં આવી છે. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા બે પોલીસ સ્ટેશન માટે તાત્કાલિક મંજૂરી મળી ગઇ છે.આ પોલીસ સ્ટેશનોમાં બિલ્ડિંગ અને સ્ટાફ માટે પોલીસ કમિશનર દ્વારા કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જે પી રોડ,ગોત્રી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના કેટલાક ભાગમાંથી અકોટા પોલીસ સ્ટેશન બનાવવામાં આવનાર છે. જ્યારે,અત્યંત સંવેદનશિલ એવા સિટી અને વારસીયા પોલીસ સ્ટેશનમાંથી કુંભારવાડા પોલીસ સ્ટેશન બનાવવામાં આવનાર છે.