વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાબીલ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ રહેણાંક, બીન રહેણાંક મિલકતોનાં ચાલુ વર્ષ સને ૨૦૨૩-૨૪ના મિલકત વેરા બીલ ભરવાની મુદતમાં દિન-૧૫(પંદર)નો વધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરાની મુદતમાં વધારો થતાં નવીન છેલ્લી તારીખ સુધીમાં વેરા બીલ અચુક ભરપાઈ કરવા તમામ કરદાતાઓને અપીલ કરી છે