આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ પક્ષ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ હોદ્દા પરથી મહેન્દ્રસિંહને બરતરફ કર્યા છે. કોંગ્રેસ નેતા, અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “તેમને દારૂ સંબંધિત કેસમાં પકડવામાં આવ્યા હતા. તપાસ પછી, જિલ્લા કોંગ્રેસ સમિતિએ તરત જ તેમની સામે પગલાં લીધાં અને તેમને પક્ષમાંથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા. કોઈપણ જે દોષિત છે, પછી ભલે તે તેના સમુદાય, પક્ષ અથવા જાતિના હોય, તેને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે જે પણ કાર્યવાહી કરવાની જરૂર છે તે થવી જોઈએ