નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામમાં ગતરોજ એક મકાનમાં કેટલાક અજાણ્યા ઇસમો ઘૂસી તિજોરી લોકરના તાળા તોડી અને મકાન માલિકને બંધક બનાવી ચપ્પુ ધારિયાની અણીએ રૂ. 15 લાખની ચોરીને અંજામ આપ્યો હતો . ઘરના માલિકે ચોરીની ફરીયાદ પોલીસને કરતા પોલીસે કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સાથેના એક આરોપી ફરાર થતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.