સાબારકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થામાં આદિવાસી વિદ્યાર્થીઓ મસ્તી-તોફાન કરતા હોવાથી સંચાલકે ડામ આપ્યો હોવાથી વાલીઓએ આ મામલે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિત રજૂઆત કરી હતી તેમજ ખેરોજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.