અમદાવાદના પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ ૪૮ વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા મ્યુનિ.તંત્ર તરફથી વારંવાર અપાયેલી સુચના છતાં અમલ કરવામાં ના આવતા ગુરુવારે એક સાથે ૪૧ બાંધકામ સાઈટ સીલ કરવામા આવી હતી.પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૨૫ બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.દક્ષિણ ઝોનમાં ૬ બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી