વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલા સરસ્વતી કન્યા છાત્રાલયમાં દશેરાના દિવસે જલેબી ફાફડા ખાધા બાદ સવારે છાત્રાલયમાં રહેતી 66માંથી 8 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગની અસર થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. તમામ 8 વિદ્યાર્થિનીને ઘોડમાળ પીએચસીમાં લઈ જઈ સારવાર બાદ સ્થિતિમાં સુધારો થતા તમામને રજા અપાઈ હતી.