બેટી બચાવો, બેટી પઢાવો સહિત મહિલા સશક્તિકરણ અંગે જાગૃતતા ફેલાવતી આ બાઈક રેલીને ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી હતી. કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ ટીમ યશસ્વિનીને ધારાસભ્ય ડો. દેશમુખ તેમજ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતા વસાવા અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી.પરમારની ઉપસ્થિતિમાં વ્હાલી દિકરીના હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ રમતક્ષેત્રે સિધ્ધી મેળવેલ નર્મદા જિલ્લાની ગૌરવવંતી દિકરીઓને પણ આ પ્રસંગે સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.