ઈન્ડિયા આવેલા NRIએ તેમની દિકરી પત્ની તેમજ મિત્ર વર્તુળ સાથે ડ્રાઈવરને સાથે લઈને ચારધામની યાત્રા પર ગયા જ્યાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર કરાવી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ દરમિયાન નાણાંની તાતી જરૂર હોય NRI વ્યક્તિએ ડ્રાઈવરને પોતાના ઘરના કબાટની ચાવી આપી રૂપિયા 15 લાખ લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ ડ્રાઈવર આ લાખો રૂપિયા લઇને છું થયો હતો. જોકે આ બાદ તે હાજર થયો અને થોડે થોડે કરી નાણાં આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આ બાદ તેણે નોકરી છોડી દેતા આ સમગ્ર મામલે NRI વ્યક્તિએ ડ્રાઈવર સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.