રેન્જ આઇજી ખેડા જિલ્લાની ખાસ મૂલાકાતે આવ્યા હતા. વાર્ષિક ઈન્સપેક્શન કરવા આવેલા રેન્જ આઇજી પ્રેમવીર સિંઘએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમના ગુનાઓ પોલીસ માટે એક નવો પડકાર છે. જિલ્લામાં સાયબર ક્રાઇમ માટે અલગથી પોલીસ સ્ટેશન પણ ઊભુ કરવામાં આવનાર છે.