ડાકોર નગર પાલિકામાં સ્થાનિકો દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો. જેના બીજા દિવસે વોર્ડ નં.6 ની મહિલાઓ ચીફ ઓફિસરને પીવાના દૂષિત પાણી બાબતે રજૂઆત કરવા પહોંચી હતી. સ્થાનિકો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં આવતો હોવા છતા પાલિકાની બેદરકારી ના કારણે તમામ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે.