વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે નગર પાલિકાના બાગ નજીક મુકવામાં આવેલી કચરા પેટીમાં ફૂલ જેવી બાળકીને રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં તરછોડી દેવાઇ હતી. હાલમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં રખાયેલી બાળકીને 2 દિવસથી સ્ટાફ દ્વારા પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેર કરવામાં આવી રહ્યો છે. નવજાત બાળકીનું સ્ટાફ દ્વારા દુર્ગા નામ આપીને સમાજમાં આગવી ઓળખ આપવામાં આવી છે.