સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે વિવિધ સેકટરોનો અભ્યાસ કરીને વેપારીઓ દ્વારા કરવામાં આવતી કરચોરી ઝડપી પાડી છે. તાજેતરમાં એસજીએસટી વિભાગ રાજ્યના અમદાવાદ સુરત રાજકોટ તથા વડોદરા ખાતે ઓટો પાટર્સ અને એસેસરીઝના 46 વિક્રેતાઓના 72 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં રૂ. 6 કરોડની કરચોરી પકડાઈ હતી. આ કરચોરીના આંકમાંથી રૂ. 1.50 કરોડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા