ગેરકાયદે પાર્કિંગ અને દબાણો મુદ્દે હાઈકોર્ટે કડક પગલાં લેવાની તાકીદ કર્યા પછી કોર્પોરેશને શ્યામલ ચાર રસ્તાથી આનંદનગર સુધીના રોડ પર આવેલા કોમર્શિયલ અને રહેણાક મળીને 855 યુનિટને રોડ પર વાહનો પાર્ક કરવા બદલ નોટિસો આપી છે. નોટિસમાં 423 રહેણાક, 428 કોમર્શિયલ અને એક શો-રૂમને ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.