અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ થોડા દિવસ પહેલા ઔરંગાબાદમાં દરોડો પાડીને એમ ડી, કોકેઇન અને કેટામાઇનનો મોટો જથ્થો ડીઆરઆઇ પુના સાથે મળીને જપ્ત કર્યો હતો. જે બાદ શનિવારે વધુ એક સફળતા મળી છે. જેમાં ઔરંગાબાદમાંથી જ રૂપિયા ૧૬૦ કરોડની કિંમતનું લીક્વીડ એમડી ડ્રગ્સ જપ્ત કરીને બે વ્યક્તિની ધરપકડ કરી છે. આમ, અત્યાર સુધીમાં ૬૬૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થતા મહારાષ્ટ્રમાં ચાલતા ડ્ગ્સના સૌથી મોટો કૌભાંડનો પર્દાફાશ કરાયો છે