અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓઢવ વિસ્તારમાં જાહેર રોડ ઉપર અડ્ડો જમાવેલા લારી ગલ્લાના દબાણો હટાવવા માટે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ગઇ હતી જ્યાં ટીમનો ટોળાએ વિરોધ કરી પથ્થર મારો કરતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસને જાણ કર્યા વગર જ એએમસીની ટીમ દબાણ દૂર કરવા જતાં સ્થાનિકો સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું. વિફરેલા ટોળાએ હુમલો કરતા જેસીબીનો કાચ તૂટયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘરના સ્થળે પહોચી હતી જો કે આ હુમલામાં કોઈ જાનહાની થઇ નથી