પીસીબીના અધિકારીઓએ શનિવારે રાતના સમયે રામોલ ટોલનાકા પાસે દરોડો પાડીને વાસી તાડીના રસમાં કેમીકલ મિક્સ કરીને નશા માટે વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મુકાઇ તેવું કેમીકલ તાડીના રસમાં ઉમેરીને નશા માટે વેચાણથી આપવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્લોરલ હાઇડ્રેડ નામનું કેમીકલ આંધ્રપ્રદેશથી મંગાવવામાં આવતું હતું.