કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ બાદ 2018 થી 2023 સુધીના 5 વર્ષમાં 1.53 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. એક અંદાજ મુજબ પાંચ વર્ષમાં સરકારને અંદાજીત 400 કરોડની આવક થઇ છે. સ્ટેચ્યુના નિર્માણ પાછળ 3 હજાર કરોડથી વધુનો ખર્ચ થયો છે ત્યારે આવકની દ્રષ્ટિએ ગણીએ તો અત્યાર સુધીમાં ખર્ચની સરખામણીએ 13 ટકા આવક સરકારને થઇ છે તેમ માની શકાય.