સીજીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના વિવિધ વિસ્તારોમાં ટાયરના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. રોકડેથી વેચાણ કરી બિલ નહીં આપી વેપારીઓ ટેક્સની ચોરી કરતા હોવાનું પકડાયું છે. જીએસટી ડિપાર્ટમેન્ટના એકમોએ બીટુસી વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. જેમાં કરદાતાઓ ગ્રાહકો પાસેથી ટેક્સની વસૂલાત બાદ તેમાં કરચોરી કરતા હોય તેવી શંકાના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંગળવારે શહેરના ટાયર વેપારીઓને ત્યાં સીજીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. સરખેજ, સાબરમતી, મણિનગર, શાહીબાગ, કાલુપુર, ગોતા, બહેરામપુરા, સહિતના વિસ્તારમાં ટાયરના વેપારી પર સીજીએસટીની કાર્યવાહી ચાલી રહી છે