નવને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે . 20 જુલાઈની મોડીરાત્રિએ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને 12 લોકોને ઈજા પહોંચી હતી. બાદમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટનાસ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે