અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડાયમંડ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ જે.એસ રાવલ અને પોલીસ કોન્સ્ટેબલ રિંકુ એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. મારામારીના એક કેસને લઈને બાઈક છોડાવવા માટે પોલીસ કર્મચારીઓએ બે હજાર રૂપિયાની માંગણી કરી હતી. બાઈક માલિકે એક હજાર રૂપિયા પહેલા આપી દીધી હતા, જ્યારે એક હજાર રૂપિયા આપવાના બાકી રાખ્યા હતા.