ગરીબ અને જરૃરીયાતમંદોને અનાજનો જથ્થો પુરો પાડતી સસ્તા અનાજની ગેરરીતીઓ બાબતે મળતી ફરિયાદોને લઇને જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ અભિયાન તહેવારો દરમ્યાન હાથ ધર્યું છે. છેલ્લા એક મહિનામાં ૯૭ જેટલી વાજબી ભાવની દૂકાનોમાં ચેકીંગ હાથ ધરતા આઠ દૂકાનોમાં ગોલમાલ હોવાનું સામે આવ્યું હતું જેના પગલે આ આઠ દૂકાનોના સંચાલકોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરાઇ છે. તો અનઅધિકૃતરીતે રાંધણગેસનો ઉપયોગ કરતા ત્રણ સામે કેસ કરાયો હતો