પાલનપુર હિંદુ યુવા સંગઠને ડિસાની ચાર વર્ષની બાળકીના છાતીના ભાગેથી ઓપરેશન કરાવી 12 જીવતા કીડા નીકાળી પીડા મુક્ત કરી હતી. બાળકીને પહેલા ખીલ થયો હતો અને ખીલ ફૂટ્યા પછી કીડા નજરે ચડ્યા હતા. તબીબે સફાઈ કરી શસ્ત્રક્રિયા કરી કુલ 12 કીડા કાઢયા હતા.ઓપરેશનમાં ડોક્ટરે માનવતા રાખી ઓછા ખર્ચમાં કાર્ય પૂર્ણ કર્યું હતું.