કડી તાલુકાના વામજ ગામે નજીવી બાબતમાં યુવકને છરીના ઘા મારી હત્યા નીપજાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. વામજ ગામે આવેલા તળાવના કિનારે નજીવી બાબતમાં બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી એક મિત્ર સંતાઈ ગયો હતો. બાદમાં યુવક તેના પિતાને ફોન કરી ત્યાં બોલવી ઘરે તેમની સાથે ઘરે જઈ રહ્યો હતો. જે દરમિયાન ઉશ્કેરાઈ જઈને પોતાના જ ભાઈબંધ ઉપર 3થી 4 મિત્રોએ ભેગા મળીને પાછળથી છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો