આણંદ જિલ્લામાં ઘરેલુ રાંધણગેસના સીલીન્ડરોનો ઉપયોગ હોટલ તેમજ રેસ્ટોરન્ટોમાં થઈ રહ્યો હોવાની ફરિયાદોને લઈ પુરવઠા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી વિવિધ જગ્યાઓએ દરોડા પાડી ૨૦ જેટલા સીલીન્ડરો કબજે લઈ કસુરવારોને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે સરકારના આદેશ બાદ પેટ્રોલપંપો પર પણ બાયોડિઝલના વેચાણ અંગે તપાસ કરવામાં આવી હતી.