અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં અસલાલી પોલીસે તપાસ કરતા યુવતી ગુમ થઇ હોવાની નારોલમાં જાણ કરાઇ હતી. જેથી પોલીસે તેના પરિવાર સુધી પહોંચીને તેની ઓળખ કરી હતી. બાદમાં યુવતીની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે આસપાસના CCTV ફૂટેજ એકત્રિત કર્યા હતા. જેમાં સામે આવ્યું કે યુવતીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના જ પતિએ મિત્ર સાથે મળીને હત્યા કરી મૃતદેહ અવાવરું સ્થળે ફેંકી દીધો હતો. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પતિ સહિત બે આરોપીની ધરપકડ કરી છે