ભરૂચ જિલ્લામાં વન વિભાગના 1.40 કરોડના નર્સરી તથા અન્ય બાંધકામ કરનારા કોન્ટ્રાકટર પાસેથી 25 લાખની માતબર રકમની લાંચની માગણી કરનારો નેત્રંગનો આરએફઓ આરોપી સરફરાજ ઘાંચી 5 લાખની રકમ સ્વીકારતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો છે. હાલમાં તેની પાસે ભરૂચ વન વિભાગનો ચાર્જ હોવાની પણ વિગતો સામે આવી છે.