અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિરાટનગરમાં પ્લાસ્ટિક પ્રોસેસ કરતી ફેકટરી મ્યુનિ.ના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા સીલ કરી દઈ ૧૧૬૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓની જાડાઈ માપવામાં આવતા ૧૨૦ માઈક્રોનથી ઓછી હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ. આ ઉપરાંત સિંગલયુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવા બદલ પાંચ એકમ સીલ વિવિધ વોર્ડમાંથી ૭૬ એકમને નોટિસ આપી રુપિયા ૬૪ હજાર વહીવટી ચાર્જ વસુલ કરાયો છે.