અમદાવાદમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અવારનવાર જીવાત નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે શહેરના વધુ એક જાણીતી બ્રાન્ડેડ પિઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું હતું . ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસેના રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી. જેથી AMCના ફૂડ વિભાગે કડકાઈ દાખવી ફરિયાદ સાથે કાર્યવાહી હાથ ધરી છે