મુખ્યમંત્રીએ ગુજરાતના સંગીતજ્ઞ મોનિકા શાહ, કોલકત્તાના કંકણા બેનર્જી અને પુણેના આરતી અંકલિકરને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરતાં જણાવ્યું હતું કે, સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને સન્માનિત કરવાની પરંપરા વડનગરની ધરાના જ સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. રાજ્ય સરકારે લલિત કલા અને સાહિત્યને લોકભોગ્ય બનાવવાની નેમ રાખી છે.