અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા ૧૫૭ કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના ૧૩ જેટલા સંચાલકો સામે સીબીઆઇએ બુધવારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં છેતરપિંડીનો આંક વધવાની સાથે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા સીબીઆઇના અધિકારીઓએ વ્યક્ત કરી છે