અમદાવાદ ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનોજ પટેલ હવે કોર્પોરેટર રહેવા માગતા નથી. તેઓ છેલ્લા છ મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ગેરહાજરીના પગલે તેઓને કોર્પોરેટર પદેથી રદ કરવામાં આવે તે પહેલાં જ તેઓએ રાજીનામુ આપી દેતા શહેર ભાજપ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ચર્ચા જાગી છે. તેઓ અનેક મહિનાઓથી વિદેશમાં સ્થાયી થયા છે. જેથી આગામી સમયમાં ઘાટલોડીયા વોર્ડમાં કોર્પોરેટરની ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી પણ યોજવી પડશે