મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'પીએમ સ્વનિધિ' યોજના અંતર્ગત શેરી ફેરિયા ભાઈબહેનો માટેના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે લાભાર્થીઓના અનુભવો સાંભળી તેમના બાળકોને સન્માનિત કર્યા હતા તેમજ તેમને ધિરાણ આપનાર બેંકોની કામગીરીને બિરદાવી હતી. સાથે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી ભાઈબહેનો સાથે બેસીને ભોજન પણ લીધું હતું