કાંકરિયા ખાતે આવેલા કાર્ગો ટર્મિનલને 80 કરોડના ખર્ચે વિકસાવાશે. પાંચ મહિનામાં કામગીરી કરાશે. હાલ કાંકરિયા યાર્ડમાં કોલસો, ખાતર, મીઠું, લોખંડ અને સ્ટીલ, ખાદ્ય તેલ, મિનરલ્સ, દૂધ અને દૂધમાંથી બનેલી વાનગીઓ, ઓટોમોબાઈલ, કેમિકલ, એફએમસીજી અને કૃષિ સંબંધિત વસ્તુઓના કન્ટેનરો આવે છે. રેલવે યાર્ડમાં હાલ કવર કરેલા 66 શેડ છે. યાર્ડને રિડેવલપ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવ્યા પછી આ સંખ્યા વધીને 168 વેગનની થઈ જશે.