વાંસદામાં વર્ષ પહેલા નવસારી જિલ્લા પંચાયત દ્વારા વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં બે વોટર એટીએમ મુકાયા બાદ એક ટીપું પાણીનો કોઈએ ઉપયોગ કર્યો નથી. જ્યારથી લગાવાયું છે ત્યારથી બંધ હાલતમાં છે. આ વોટર એટીએમ લોકોના ઉપયોગમાં આવ્યા નથી માત્ર સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થયો હોવાનું પ્રતીત થાય છે.