મેહસાણા જિલ્લા પંચાયત મચ્છર ઉત્પતિ કેન્દ્રો શોધવા ડ્રોન ઉડાડશે...
સભ્ય સચિવ ડીડીઓ ઓમ પ્રકાશ અને કારોબારી ચેરમેન હરિભાઇ પટેલની ઉપસ્થિતિમાં કારોબારી સભા મળી હતી. આ કારોબારી સમિતિની બેઠકમાં ડીડીઓએ ડ્રોન ટેકનોલોજી મારફતે સર્વેને દવા છંટકાવની કામગીરી મંજૂરી આપી હતી. ત્યારે હવે મેહસાણા જિલ્લામાં ભૂતકાળમાં મેલેરિયા કેસોથી પ્રભાવિત વિસ્તારો અને મહેસાણા સહિત અન્ય અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ કેન્દ્રો શોધવા જિલ્લા પંચાયત 40 લાખના ખર્ચે ડ્રોન ઉડાડશે.