શહેરમાં ચાલી રહેલી લગ્નની સિઝન દરમિયાન જ માવઠું થતાં પ્રસંગ લઈને બેઠેલા સંખ્યાબંધ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રવિવારે વિવિધ પાર્ટી પ્લોટ અને હોલમાં મળી અંદાજે 700 લગ્ન યોજાયા હતા. બાપુનગરના હરદાસનગરમાં મઢુલી સેવા ટ્રસ્ટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. સાંજે વરસાદ પડતાં 21 કન્યાને છત્રી નીચે રાખીને ચોરીમાં લાવવી પડી હતી.