અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપરકપના મામલે એક વર્ષના સમયમાં ૧૧૭૩૬ કેસ કરી રુપિયા ૯૪ લાખથી વધુ રકમની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પ્લોટમાં બાંધકામ સાઈટની ડેબરીઝ નાંખવા મામલે પણ સોલિડ વેસ્ટ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી.