અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરાઈ હતી.વિવિધ કમિટિની રચનામાં અઢી વર્ષ ચેરમેન પદે રહેલા તમામને બદલી ભાજપે નવા ચહેરાને તક આપી નો રીપીટ થીયરી અપનાવી હતી.ગત ટર્મમાં ડેપ્યુટી ચેરમેન રહેલા બે કોર્પોરેટરોને ચેરમેનપદે નિમણૂંક આપી બઢતી આપવામાં આવી હતી.સૌથી આશ્ચર્યજનક બાબત રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેને એ હોદ્દા ઉપર જ રીપીટ કરવાનો પક્ષ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો