ઉમરપાડા તાલુકાના બરડી ગામે જૂનું નિશાળ ફળીયામાં રહેતા 13 વર્ષીય આયુષ શનિવારના રોજ ગામના જ રોહનભાઈ સાથે નજીકના જંગલના કંપાર્ટ મેન્ટ નં 73 વાળા જંગલમાં ગાયો ચરાવવા ગયો હતો. બપોરના એક વાગ્યાની આસપાસ જંગલમાંથી વહેતી નદી પર બનાવેલ ચેકડેમ નીચેના પાણીમાં નાહવા ગયો હતો. ત્યારે ઊંડા પાણીમાં આકસ્મિક રીતે ખેંચાઈ જતાં ડૂબી ગયો હતો.