કપરાડાના જંગલ અને ડુંગરાળમા ડ્રોનથી વૃક્ષોના બિયારણનું વાવેતર કરાયું...
જંગલોમાં થતા આયુર્વેદિક ઔષધિઓના વૃક્ષો અને અનેક પ્રકારના વૃક્ષોને ઉછેરવા માટે જંગલ વિભાગ દર વર્ષે પ્લાન્ટેશન કરે છે. પરંતુ એવા પણ કેટલાક સ્થળો હોય છે જ્યા પ્લાન્ટેશન કરવું મુશ્કેલ હોય છે. વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા આવા દુર્ગમ સ્થળે સિડિંગ કરવા ડ્રોનનો ઉપયોગ કરી 1400 કિલો વિવિધ ઝાડના બિયારણનો છંટકાવ કરીને વાવેતર કરાયું છે. કપરાડા તાલુકાના 35 થી 50 હેકટર જેટલી જમીનમાં હવામાં ડ્રોન ઉડાવી તેની સાથે એવા બિયારણ દુર્ગમ સ્થળે સિડ સોઇંગ કરવામાં આવ્યું છે.