પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે લોકોના અંગ કપાવાનું શરૂ થઈ ગયું છે. જેમાં અમદાવાદના ઠક્કરનગર પાસે ટુવ્હીલર પર જઈ રહેલા એક આધેડની આંગળી અને અંગૂઠો આ દોરીથી કપાઈ જતા ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે વાહનની સ્પીડ વધુ ન હોવાથી ગંભીર ઈજામાંથી બચી ગયા હતા. જાહેરહિતને ધ્યાનમાં રાખી લોકોએ સ્વેચ્છાએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ