ચાર દરવાજા વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં સ્થિત પ્રાચીન નરસિંહજીના મંદિરથી આજે સાંજે દેવ દિવાળી નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડાનું ઠેર ઠેર સ્વાગત થયુ હતું. તુલસીવાડી સ્થિત તુલસી મંદિરમાં ભગવાનના લગ્ન યોજાયા હતા જે બાદ મોડી રાત્રે ભગવાન નરસિંહજી નીજ મંદિર પરત ફર્યા હતા.