વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ચિંતનગર સોસાયટીના મકાનમાં બેડરૂમમાં પતિએ ફાયરિંગ કરતા પત્નીના માથામાં ગોળી વાગી હતી. જેથી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિએ બેડરૂમમાં જ પત્નીને ગોળી માર્યા બાદ પ્રતાપનગર બ્રિજ પર અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યું હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં પતિએ જ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યુ છે.